Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

મરાઠી ફિલ્‍મો કરીને ખુશખુશાલ છે સોનાલી કુલકર્ણી

 અભિનેત્રી સોનાલી કુલકર્ણીને હાલમાં સતત મરાઠી ફિલ્‍મોમાં કામ મળી રહ્યું હોઇ તેના કારણે તે અત્‍યંત ખુશ છે. તે કહે છે હું ગોૈરવ અનુભવી રહી છું, કારણ કે અહિ ફિલ્‍મની કહાની જ ખુબ મહત્‍વની હોય છે. મારી આગામી ફિલ્‍મનું નામ ‘માધુરી' છે. આ ફિલ્‍મનું નિર્માણ બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માંતોડકર અને તેનો પતિ મોહસીન અખ્‍તર કરી રહ્યા છે. સોનાલીએ આગળ કહ્યું હતું કે ક્‍યોરક આપણે એવું કહેતાં હોઇએ છીએ કે મારે ફલાણા જેવા બનવું છે...પણ હું માનુ છું કે હું જેવી છું એવી જ રહેવા ઇચ્‍છું છું. મને અહિ અનેક સારી ભુમિકાઓ અને મોટા નિર્દેશકો સાથે કામ કરવાની તક મળી રહી છે. મરાઠી સિનેમાની કહાનીઓ અદ્દભુત હોય છે. ઉર્મિલાને કારણે મને મહત્‍વની ફિલ્‍મ મળી છે.

(4:35 pm IST)