Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

29 માર્ચ 2019માં રિલીઝ થશે ફિલ્મ મેન્ટલ હૈ ક્યાં

મુંબઈ:મોખરાની જોડી રાજકુમાર રાવ અને કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સાઇકો થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાની રિલિઝ ડેટ ગુરુવારે જાહેર કરાઇ હતી.માતબર ફિલ્મ સર્જક એકતા કપૂરની ફિલ્મ અગાઉ ૨૦૧૯ના ફેબુ્રઆરીની ૨૨મીએ રજૂ થવાની હતી પરંતુ હવે માર્ચની ૨૯મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે.રાજકુમાર રાવે ટ્વીટર પર માહિતી શૅર કરતાં લખ્યું, તૈયાર થઇ જાઓ... અમારી મેન્ટલ હૈ ક્યા... ૨૦૧૯ના માર્ચની ૨૯મીએ અમે રજૂ કરવાના છીએ. ફિલ્મમાં દરેક માણસમાં રહેલા પાગલપણાની અને વિચિત્ર વર્તનની વાત વણી લેવામાં આવી છે. અમાયરા દસ્તૂર અને જિમી શેરગિલ પણ એમાં મહત્ત્વના રોલ કરી રહ્યા છે.નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર પ્રકાશ કોવલેમૂડી એના સુકાની છે. ફિલ્મ થ્રીલર હોવાની સાથોસાથ કેામેડી પણ છે એવી જાણકારી મિડિયાને આપવામાં આવી હતી. એકતા કપૂરની બાલાજી અને કર્મા મિડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટ એના સહિયારા સર્જકો છે.

(5:13 pm IST)
  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST