Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

MeToo પર શિલ્પા શિંદેનું વિવાદિત બયાન: જાણો શું કહ્યું

મુંબઈ: બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં અત્યારે khub ઝડપથી  આગની માફક ફેલાઈ રહેલ મી ટુની લહેર વિશે અનેક મોટી મોટી પ્રતિભાવો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. પછી ફિલ્મી દુનિયાનું જાણીતું નામ હોય કે ટીવી ક્ષવત્રનું નામ કેમ ના દરેક લોકો મી ટુની લહેરના ભાગીદાર બની રહ્યા છે અને પોતાના મઁતવ્યો જવાની રહ્યા છે ત્યારે ટીવી ક્ષેત્રનું જાણીતું નામ એટલે શિલ્પા શિંદે જે હંમેશા કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે. મી ટુના ઇસે શિલ્પાનું કહેવું છે કે મી ટુની જુમ્બેશ બકવાસ છે કેમ કે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એક મેકની મરજીથી બધું થતું હોય છે પછી શા માટે બીજા પર દોષ કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રીઝ ખરાબ નથી બહુ સારી છે જયારે તમારી સાથે ખોટું થાય છે ત્યારે બોલ બની ગયા પછી વર્ષો વીતી જાય પછી શા માટે બોલો છો? શા માટે ઈંડસ્ટ્રીઝનું નામ ખરાબ કરવા માંગે છે લોકો. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે  ઈન્ડસ્ટ્રીઝમાં રેપ નથી થતો, જબરદસ્તીથી નથી થતો. જે પણ થયા છે જે એકબીજાની સહમતીથી થતું હોઈ છે. જો તમે તે કરવા નથી માંગતા તો તેને મૂકી દેવું જોઈએ.

 

(5:10 pm IST)