Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વરૂણ સાથે ફિલ્મમાં કામ કરવું મજેદાર હોય છેઃ કાજોલ

કાજોલની ફિલ્મ આજથી રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં તે માની ભૂમિકામાં છે. આ પહેલા કાજોલ સાઉથના સ્ટાર ધનુષ સાથે વીઆઇપી-૨માં જોવા મળી હતી. એ પહેલા શાહરૂખ ખાન સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેમાં પણ કામ કર્યુ હતું. જેમાં તેની સાથે વરૂણ ધવન અને ક્રિતી સેનન પણ હતાં. કાજોલને તાજેતરમાં પુછાયુ હતું કે કયા યુવા કલાકાર સાથે તેની કામ કરવાની ઇચ્છા છે? તો તેણે તુરત જ વરૂણ ધવનનું નામ આપ્યું હતું. કાજોલે કહ્યું હતું કે આમ તો દરેક યુવા કલાકાર સાથે કામ કરવું ગમે છે, તેની સાથે કોઇ વાંધો આવતો નથી. પણ સ્ક્રિપ્ટ સારી હોવી જોઇએ. વરૂણને કાજોલે ખુબ પ્રેમાળ ગણાવ્યો હતો અને તેની સાથે કામ કરવું મજેદાર હોવાનું પણ કહ્યું હતું.

(9:47 am IST)