Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મારી આગામી ફિલ્મ ઝોયા ફેક્ટર માટે ૧૦ કિલો વજન વધાર્યુ હતું, જો કે ભાગ્યવશ હું પ્રેગનન્ટ નથીઃ સોનમ કપૂરનો ખુલાસો

નવી દિલ્હી : ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા  સાથે લગ્ન કર્યા પછી સોનમ કપૂર હાલમાં પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં સોનમની પ્રેગનન્સીના સમાચાર વારંવાર ઉડી રહ્યા છે. જોકે હવે સોનમે આ વાતનો જવાબ આપ્યો છે. સોનમે કહ્યું છે કે એ વાત સાચી છે કે મારી આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર માટે મેં 10 કિલો વજન વધાર્યું હતું જેના કારણે હું થોડી જાડી થઈ ગઈ હતી. જોકે ભાગ્યવશ હું પ્રેગનન્ટ નથી અને મેં 6 કિલો વજન ઘટાડી લીધું છે.

બોલિવૂડની બબલી ગર્લ સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. આ ફિલ્મનું ટ્રેલર પહેલાં 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું પણ જ્યોતિષીઓની સલાહ માનીને એને 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

(5:29 pm IST)