Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હોલીવુડની ફિલ્મ રેમ્બોની રીમેકમાં નજરે પડશે ટાઇગર શ્રોફ

મુંબઈસિદ્ધાર્થ આનંદે  એક મહત્ત્વની  ફિલ્મ અંગે ઘટસ્ફોટ કર્યો છે એણે કહ્યું કે હોલીવૂડમાં ૧૯૮૨માં   રિલીઝ થયેલી કલાસિક રેમ્બોની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે. એણે કહ્યું કે રીમેકનું શીર્ષક રેમ્બો હશે અને આગામી માર્ચ મહિનામાં  ફિલ્મ ફલોર પર જશે.ટાઈગર શ્રોફ ફિલ્મનો હીરો હશે અને જે દિવસે શૂટિંગનો પ્રારંભ થશે ત્યારે ટાઈગર પીઢ એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનના પેંગડામાં પગ  મૂકશેસ્ક્રિપ્ટ પ્રવર્તમાન ભારતના સંજોગોને  અનુરૂપ હશે.મૂળ રેમ્બો ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોને અમેરિકાના  લશ્કરના બહાદુર અધિકારો જ્હોન   રેમ્બોની ભૂમિકા ભજવી હતી. જે વિયેટનામ યુદ્ધના મોરચે અમેરિકા તરફથી લડયો હતો.

(5:19 pm IST)