Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કરણ રિમેકમાં કામ કરે તે પિતા સનીને પસંદ નથી

સની દેઓલના પુત્ર કરણ દેઓલની ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. પલ પલ દિલ કે પાસ ફિલ્મથી કરણ બોલીવૂડમાં આવી રહ્યો છે. સનીએ પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. ટ્રેલર દર્શકોને ગમ્યું છે. દિકરાની લોન્ચીંગ ફિલ્મના પ્રમોશન વખતે સનીએ કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે કરણ કોઇ રિમેક ફિલ્મમાં કામ કરે. સની દેઓલ પોતે પણ રિમેક ફિલ્મો કરવાનું પસંદ નથી કરતો.  તે કહે છે પુત્ર કરણને હું આવા રોલમાં જોવા નથી માંગતો જે રિમેક હોય. એ સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. આજે પણ લોકો મને અગાઉની ફિલ્મો અને મારા રોલને કારણે યાદ કરે છે. હવે એ જ કહાનીને બીજા પાત્રને લઇને રિમેક બનાવાય તો તે સરળ હોતું નથી. સનીએ કહ્યું હતું કે મેં દિકરાના લોન્ચીંગ માટે સારામાં સારા નિર્દેશક શોધવાનો પ્રયાસ કર્યો હતો. પણ છેલ્લે મેં જ આ કામ કર્યુ હતું. કરણની આ ફિલ્મ ૨૦મીએ આવી રહી છે.

(10:04 am IST)