Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દોઢ વર્ષ સુધી અક્ષયની બોકસ ઓફિસ પર ધમાલ

અક્ષય કુમારની પાંચ ફિલ્મો આવતા દોઢ વર્ષે બોકસ ઓફિસ પર ધમાલ મચાવશે. ૨૦૨૦ની ઇદથી લઇ દિવાળી સુધીના મોટા તહેવારો પર પોતાની ફિલ્મો રિલીઝ કરવા માટે અક્ષયએ તારીખો બૂક કરી લીધી છે. આ વર્ષે અક્ષયની કેસરી અને મિશન મંગલ આવી છે જે દર્શકોને ગમી છે. હવે પછી ૨૫મી ઓકટોબરે અક્ષય કુમારની સુપરહિટ ફ્રેન્ચાઇઝીની હાઉસફૂલ-૪ આવી રહી છે. એ પછી કરીના અને દિલજીત સાથેની ગૂડ ન્યુઝ ૨૭મી ડિસેમ્બરે આવશે. ત્યારબાદ નવા વર્ષમાં અક્ષયની રોહિત શેટ્ટી સાથેની સૂર્યવંશી ૨૭મી માર્ચના રિલીઝ થશે. ત્યારબાદ ૨૦મી મેના રોજ ઇદના તહેવાર પર લક્ષ્મી બોમ્બ રિલીઝ થશે. જેમાં તે અલગ જ રોલમાં છે. ૨૦૨૦ની દિવાળી પર અક્ષયની પૃથ્વીરાજ ચોૈહાણ રિલીઝ થશે. આમ ખિલાડી કુમાર સતત દોઢ વર્ષ સુધી ચાહકોને ધમાકેદાર ફિલ્મો આપતો રહેશે.

(10:03 am IST)