Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની પુત્રી કૃષ્‍ણા શ્રોફ તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળીઃ તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હાલમાં પ્રેમના દરીયામાં ગોતા લગાવી રહી છે. આ સામાચાર કોઇ બીજાએ નહીં પરંતુ કૃષ્ણાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેલાવી રહ્યું છે. જ્યાં કૃષ્ણા અને તેના હેન્ડસમ મિત્ર બોયફ્રેન્ડની ઘણી રોમેન્ટિક તસવીરો જોવા મળી રહી છે.

આ તસવીરો જણાવી રહી છે કે, કૃષ્ણા શ્રોફ હાલમાં એક ફેમસ પ્રોપેશનલ બાસ્કેટબોલ પ્લેયરને ડેટ કરી રહી છે. આ હેન્ડસમ હંકનું નામ છે ઇબન હયમસ. ઉલ્લેખનીય છે કે, ઇબન હયમસ કૃષ્ણાનો જ નહીં પરંતુ ટાઇગર શ્રોફનો પણ ખાસ મિત્ર છે.

હવે સોશિયલ મીડિયા પર આ લવ કપલ કૃષ્ણા શ્રોફ અને ઇબન હયમસની આ તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડને લઇને મીડિયાની સામે વાત કરી હતી પરંતુ ઓફિશિયલી કૃષ્ણાએ બોયફ્રેન્ડનું નામ લીધું ન હતું. પરંતુ આ તસવીર સામે આવ્યા પછી તમામ વાતો સ્પષ્ટ થઇ ગઇ છે.

કૃષ્ણા શ્રોફએ ઇબન હયમસની સાથે આ બે તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જેમાં બંને ઘણા રોમેન્ટક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

(5:13 pm IST)