Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મહિલાઓના મુદ્દે વધુ એક ફિલ્મઃ તાપસીને મુખ્ય રોલ

સાઉથની અભિનેત્રી તાપસી પન્નુએ હવે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. એક પછી એક મોટી ફિલ્મો તે કરી રહી છે. સતત સુપરહિટ ફિલ્મો આપનારી તાપસી રશ્મી રોકેટ નામની એક બાયોપીક કરી રહી છે. ત્યાં વધુ એક ફિલ્મ તેને મળી છે. અનુભવ સિન્હા સાથે તે મુલ્ક પછી ફરી વખત કામ કરવાની છે. આ ફિલ્મનું નામ-થપ્પડ રખાયું છે. સોશિયલ મિડીયા પર અનુભવ સિન્હાએ આ ફિલ્મ વિશે માહિતી આપી છે. તેણે આ ફિલ્મ ખાસ દિવસે રિલીઝ કરવાનું નક્કી કર્યુ છે. અનુભવે કહ્યું હતું કે મારા માટે ૧૧નો અંક શુભ છે અને આ મારી ૧૧મી ફિલ્મ છે. આ ઉપરાંત આ ફિલ્મનો વિષય પણ મારા માટે ખુબ મુશ્કેલ છે. આ ફિલ્મ ભારતની મહિલાઓને સમર્પિત છે. તાપસીએ પણ કહ્યું હતું કે આવતા વર્ષે મહિલા દિવસને શુભ બનાવજો. ૬ માર્ચ ૨૦૨૦ના રોજ તમામ મહિલાઓ પોતાના પતિ સાથે થિએટરમાં પહોંચજો. ફિલમની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. આ ફિલ્મ ખુબ મહત્વના મુદ્દા પર છે, કદી પણ સિનેમા સુધી આ મુદ્દો પહોંચ્યો નથી.

 

(9:54 am IST)