Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આવી રહ્યો છે નવો શો નમઃભગવાન શિવ અને વિષ્ણુની મિત્રતાની કહાની

સ્ટાર પ્લસ પર વધુ એક ધાર્મિક શો આવી રહ્યો છે. આ વખતે દર્શકોને 'નમઃ' નામના શોમાં બે મહાન દેવતા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજી વચ્ચેની મિત્રતાની અનોખી કહાની જોવા મળશે. જ્યારે પણ ટીવી પર આવા શો આવે છે ત્યારે તે બનાવવા માટે વીએફએકસ અને આફટર ઇફેકટસ પર જબરો ખર્ચો કરવામાં આવતો હોય છે. નમઃના પ્રત્યેક એક એપિસોડ પર ૩૦ લાખનો ખર્ચ આ પ્રક્રિયા માટે કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ વીસ જેટલી વીએફએકસ કંપનીને સામેલ કરી લાખો રૂપિયાનો ખર્ચ સ્પેશિયલ ઇફેકટસ પર કર્યો છે. નારંગી, પીળા રંગનો ઉપયોગ ભગવાન વિષ્ણુના રૂપ માટે અને બ્લુ, ગ્રે જેવો રંગ ભગવાન શિવના રૂપ માટે પસંદ કરાયો છે. આ રીતે બંને દેવતાએ અલગ-અલગ રૂપ અપાયા છે. ઇન્ટરનેશનલ એજન્સીઓને પણ શો સાથે વીએફએકસમાં મદદ માટે સામેલ કરવામાં આવી છે. વિકાસ મનકલતા શિવના રોલમાં અને સવિ ઠાકુર વિષ્ણુ ભગવાનના રોલમાં જોવા મળશે. યુકિત કપૂર માતા લક્ષ્મીના રોલમાં છે.

(9:53 am IST)