Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટાઇગર સાથે રોમાન્સ માટે શ્રધ્ધા તૈયાર

અભિનેત્રી શ્રધ્ધા કપૂરની પ્રભાસ સાથેની ફિલ્મ સાહોએ સફળતા મેળવી લીધી છે. ફિલ્મ ભલે ઘણાને ગમી ન હોય છતાં કરોડોની કમાણી કરી લીધી છે અને બીજા અનેકને પસંદ પડી છે. હવે શ્રધ્ધા નવી ફિલ્મ બાગી-૩ની તૈયારી કરી રહી છે. થોડા દિવસોમાં જ આ ફિલ્મનું શુટીંગ શરૂ થવાનું છે. શ્રધ્ધાએ સોશિયલ મિડીયા પર બાગી-૩ વિશે પોસ્ટ મુકી હતી. બાગી ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મો અત્યાર સુધી આવી ચુકી છે. બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. એક ભાગમાં શ્રધ્ધા હતી અને બીજા ભાગમાં દિશાએ રોલ નિભાવ્યો હતો. ત્રીજા ભાગમાં ફરીથી શ્રધ્ધાને લેવામાં આવી છે. ત્રીજા ભાગમાં અદ્દભુત એકશન દ્રશ્યો જોવા મળશે. અહેમદ ખાન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ટાઇગર એકશનના ટ્રીપલ ડોઝ આપતો જોવા મળશે. શ્રધ્ધાની છિછોેરે પણ રિલીઝ થઇ છે અને દર્શકોને તે ગમી છે. ટાઇગર બીજી તરફ રિતીક સાથે વોરમાં કામ કરી રહ્યો છે.

(9:53 am IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST