Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બિગ બોસ 12માં ભાગ લેશે સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ

મુંબઈ:બિગ બોસની નવી સિઝન ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. શોમાં સામેલ થનારા અનેક કન્ટેસ્ટન્ટના નામો બહાર આવી રહ્યા છે પણ ભારતી સિંહ અને એના પતિ હર્ષ લિંબાચિયા સિવાય બીજા નામને પુષ્ટિ મળી નથી. પરંતુ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટની યાદીમાં એક મોટું નામ બહાર આવ્યું છે. મળતા અહેવાલ મુજબ સુસ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન બિગ બોસ-૧૨નો હિસ્સો બની શકે છે. રાજીવના નામની અધિકૃત જાહેરાત કરાઈ નથી, પણ હેન્ડસમ હંક રાજીવ સેનને બિગ બોસના ઘરમાં જોવો ફીમેલ ફેન્સ અને કન્ટેસ્ટન્ટ માટે એક સરપ્રાઇઝથી કમ નહીં હોય. રાજીવ ફિલ્મોમાં કામ નથી કરતો પણ ફિટનેસ મોડલ છે.

(4:56 pm IST)