Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઇન્ટેલિજન્ટ બ્યુરોના અધિકારીના રોલમાં દેખાશે અર્જૂન કપૂર

અર્જૂન કપૂર અને પરિણીતી ચોપડાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ ૧૯મી ઓકટોબરે આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. હવે અર્જૂન બીજી ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'ના શુટીંગમાં વ્યસ્ત થયો છે. આ ફિલ્મના પોતાના લૂકની તસ્વીરો તેણે પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે આ એક ખાસ ટેલેન્ટેડ ટીમની કહાની છે. આ કહાનીએ મને પહેલા દિવસથી જ બાંધી રાખ્યો છે. અમુક યાત્રાઓ અલગ જ હોય છે, આપણે એવું સમજતા હોઇએ છીએ કે આ તો હું જાણુ છું. પણ હકિકત જુદી જ હોય છે. આ એક અલગ જ યાત્રા છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે.  ૨૦૧૨-૧૪માં સિક્રેટ ઓપરેશન થયું હતું. તેના આધારીત આ ફિલ્મ હોવાની અને અર્જૂનનો રોલ ઇન્ટેલિજન્ટ બ્યુરોના અધિકારીનો હોવાની ચર્ચા છે. એક પણ ગોળી ચલાવ્યા વગર ભારતીય એજન્સીએ મોટા આતંકીને પકડ્યો હતો. તેની વાત હશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

(9:46 am IST)