Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હું એક પ્રકારની છબીમાં બંધાવા નથી ઇચ્‍છતોઃ અક્ષય

અક્ષયકુમારની ફિલ્‍મ રક્ષાબંધન આવતી રિલીઝ થઇ ચુકી છે. તેણે કહ્યું હતું કે હું એવી ફિલ્‍મો બનાવવા ઇચ્‍છુ છું કે જેમાં પારિવારિક મનોરંજન હોય અને કોઈ પણ ખચકાટ વગર લોકો જોઈ શકે. તેની ફિલ્‍મોમાં સામાજિક સંદેશ પણ હોય છે. અક્ષયકુમારે કહ્યું કે હું અલગ-અલગ પ્રકારની કન્‍ટેન્‍ટ પર હાથ અજમાવવા માગું છું. હું એક જ પ્રકારની છબીમાં બંધાવા નથી માગતો. એક વાતની ખાતરી આપું છું કે હું જે ફિલ્‍મો કરીશ એમાં પારિવારિક મનોરંજન રહેશે. મારે અશ્‍લીલ ફિલ્‍મો નથી બનાવવી. પછી ભલે એ સાયકો થ્રિલર કે પછી સોશિયલ ડ્રામા હોય. મારી ફિલ્‍મો કોઈ પણ ખચકાટ વગર પરિવાર જોઈ શકે. ફિલ્‍મો બનાવતી વખતે આ જ વસ્‍તુ અને કમર્શિયલ પાસાને ધ્‍યાનમાં રાખું છું જે દરેકને મનોરંજન પુરું પાડે. વર્ષમાં અક્ષય ત્રણથી ચાર ફિલ્‍મો કરે છે. અક્ષય કુમારે કહ્યું કે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં કોઈએ મારાથી વધારે રજા નહીં લીધી હોય. હું રવિવારે કદી પણ કામ નથી કરતો. શનિવારે હું હંમેશાં અડધો દિવસ કામ કરું છું.

(10:46 am IST)