Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના સંસ્મરણોના સંગ્રહની બુક

''અન ફિનિશ્ડ'' પૂર્ણકરીઃ ટ્વીટ દ્વારા જાહેરાત

મુંબઇ તા. ૧ર : અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ગઇકાલે ખુલાસો કરતા જણાવેલ કે તેણે પોતાના સંસ્મરણો ઉપર આધારીત બુક ''અનફિનિશ્ડ''ને પુરી કરી લીધી છે. અને તે જલ્દી જ પ્રકાશીત થશે.

''અનફિનિશ્ડ'' એ પ્રિયંકાના અંગત અલાખો, બનાવા  અને વિચારોનો સંગ્રહ છે, જેનું પ્રકાશન પેગ્વીન રેંડમ હાઉડ ઇન્ડીયા કરનાર છે. પ્રિયંકાએ ટ્વીટર ઉપર પણ કહ્યું કે આ બુક એકદમ અંગત અને અંતરાવલોકનવાળી ક્ષણોની ઉપજ છે. જે હવે પૂરી થઇ ચૂકી છે અને તમારી સાથે શેર કરવાથી ખુદને રોકી શકતી નથી.

પ્રિયંકાએ વધુમાં જણાવેલ કે મારા સંસ્મરણનો પ્રત્યેક શબ્દ અંતરાવલોકનની ઉપજ છે અને મારૂ જીવન દર્શાવનાર છે. પ્રિયંકાએ ૧૭ વર્ષની ઉમરે ફિલ્મ જગતમાં પ્રવેશ કરેલ જયારે તે મિસ ઇન્ડીયા અને ત્યાર બાદ મિસ વર્લ્ડ બનેલ. તેણે અંતરાઝ, બર્ફી, સાત ખુન માફ અને બાઝીરાવ મસ્તાની જેવી અનેક ફિલ્મોમાં કામ કરેલ. ઉપરાંત બીબીસીના કાંટીકો શોથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી. તેણે ''બેવોરા'' ફિલ્મથી હોલીવુડમાં પર્દાપણ કરેલ. ત્યાર બાદ અકિડ લાઇક જૈક ફિલ્મમાં પણ કામ કરેલ. પ્રિયંકા લેખક અરવિંદ અડિગાની બુક વ્હાઇટ ટાઇગર ઉપરથી બની રહેલ નેટફલીકસની મુવીમાં પણ નજરે આવશે.

(12:29 pm IST)