Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અધધ.. 1 કરોડ ઈનામી રાશિ ચૂકવાશે 'બિગ બોસ 13'માં

મુંબઈ: ‘બિગ બોસ ૧૩’ની તૈયારી શરૂ થઈ ગઈ. આ સિઝનમાં કયા કયા હરીફ હશે એ બાબતે તર્કવિતર્ક અને ચર્ચા શરૂ થઈ જતાં એક મોટી વાત સામે આવી છે. સલમાન ખાન હોસ્ટ કરતો આ શો વધુમાં વધુ ભવ્ય કરવાની શરૂ કરી છે. એમાંનો જ એક ભાગ એટલે આ વખતે ‘બિગ બોસ ૧૩’ની પ્રાઇઝ પચાસ લાખ પરથી સીધી એક કરોડ કરી નાખવામાં આવી છે. બોલિવૂડ લાઇફે આપેલા સમાચાર પ્રમાણે આ સિઝનમાં દિગ્ગજ સેલિબ્રિટી આવે એ અમારો ઉદ્દેશ છે. પચાસ લાખ પ્રાઇઝ મની માટે અનેક મોટી સેલિબ્રિટી આ શોમાં આવવા તૈયાર નહોતા. એથી મેકર્સે ‘બિગ બોસ ૧૩’ની પ્રાઇઝ મની વધારી એક કરોડ કરી હોવાનું કહેવાય છે.

(5:46 pm IST)