Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૨૦મા આઇફા સમારંભનું આયોજન મુંબઇમાં થશે

મુંબઇ:  ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડનો સમારંભ  આ વરસે મુંબઇમાં યોજાશે. અત્યાર સુધી આ એવોર્ડ સમારંભ જોહાનિસબર્ગ, મેડ્રિડ, દુબઇ, કોલંબો અને ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં યોજાઇ ચૂક્યા છે.પરંતુ ૨૦મા આઇફા સમારંભનું આયોજન મુંબઇમાં કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આ સમારોહનું આયોજન થશે. આયોજકોએ કહ્યું કે મુંબઇ બોલીવૂડનું ઘર હોવાને કારણે આ એવોર્ડ સમારંભ તેઓ મુંબઇમાં લાવવા માંગતા હતા. આઇફાની શરૃઆત વરસ ૨૦૦૦માં થઇ હતી અને પછી ૧૬ દેશ આ સમારંભના હોસ્ટ બન્યા છે.પ્રત્યેક વરસે આ  સમારંભની યજમાની વિદેશના શહેરોને અપાતી હોવાને કારણે ઘણી વાર એવોર્ડના મેનેજમેન્ટની ટીકા પણ થઇ છે. રાજ્ય સરકાર અને બોલીવૂડે આ નિર્ણયને વધાવી લીધો છે.

(5:45 pm IST)