Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વધુ એક 'સોલો' ફિલ્મ સોનાક્ષીની નિષ્ફ્ળ નીવડી

મુંબઇ:  સોનાક્ષી સિંહાની ટોચના અભિનેતાઓ સાથેની જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થયેલી જોવા મળી છે.  અભિનેત્રી પોતાના દમ પર ફિલ્મોને સફળ કરવામાં ઊણી ઉતરી છે. ભૂતકાળમાં 'દબંગ સીરીઝ' અને રાઉડી રાઠોર' જેવી ફિલ્માએે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે.જ્યારે 'સોલો' રીલિઝ થયેલી ફિલ્મો સાથે આમ બન્યું નથી.  સોનાક્ષીની સઘળી સોલો ફિલ્મો જેવી કે 'અકિરા, નૂર અને હાલની રીલિઝ થયેલી 'ખાનદાની સફાખાના' બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી છે. તેની સ્ત્રી પ્રધાન ફિલ્મ 'હેપ્પી ફિર ભાગ જાયેગી' પણ નિષ્ફળ થઇ હતી.  '' આમાં તેનો કોઇ વાંક નથી. તેને ભાગ્ય સાથ નથી આપી રહ્યું. ફિલ્મો જેવી કે 'ઇત્તફાક, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા, અને લૂટેરા' પણ સફળ ફિલ્મોની યાદીમાં નથી આવતી. આ વરસની શરૂઆતમાં રીલિઝ થયેલી મલ્ટી-સ્ટારર ફિલ્મ 'કલંક' પણ દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ રહી. હવે તેની 'મિશન મંગલ અનેદબંગ ૩ રીલિઝ થવાની છે. જે 'ખાનદાની સફાખાના' ની નિષ્ફળતાને ભૂલાવી દે તેવી શક્યતા છે,'' તેમ ટ્રેડ સોર્સે જણાવ્યું હતું.

(5:43 pm IST)