Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શાહિદને મળી રહી છે અઢળક ઓફર

ફિલ્મ કબીર સિંહ સુપરહિટ નિવડતાની સાથે જ શાહિદ કપૂર પાસે નવી ફિલ્મોની ઓફરની લાઇન લાગી ગઇ છે. કબીરસિંહ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ છે. પંદર વર્ષની અભિનય સફરમાં શાહિદને સોૈથી વધુ ફળી હોય તો તે કબીર સિંહ છે. આ ફિલ્મે ૨૮૦ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ પછી શાહિદે પોતાની ફી પણ વધારી દીધી છે. શાહિદની નિર્માતા-નિર્દેશકો સતત મુલાકાત લઇરહ્યા છે. બધા તેના જોરદાર અભિનયથી ખુશ થયા છે. શાહિદ પાસે રાજકુમાર ગુપ્તાની એક ફિલ્મ છે, જો કે તે હાલમાં સ્ક્રિપ્ટ પુરી કરી રહ્યા છે. આ ઉપરાંત પોતાના ભાઇ ઇશાન ખટ્ટર સાથેની એક ફિલ્મ પણ શાહિદને ઓફર થઇ છે. જો કે શાહિદને હજુ ફિલ્મની રૂપરેખાની ખબર છે, કહાની સાંભળ્યા પછી તે આગળ વધશે. જર્સીની હિન્દી રિમેક, ીનખીલ અડવાણી સાથેની ફિલ્મ પણ કતારમાં છે.

(9:37 am IST)