Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ફિલ્મ ધ ગોન ગેમ માટે શ્રિયા પિલગાંવકરે ઘરમાં શૂટિંગ કર્યું

નિખિલ ભટ્ટ દ્વારા શો ડિરેક્ટ કરવામાં આવ્યો : શોમાં લૉકડાઉનમાં કેવી રીતે મર્ડર થાય અને કેવી રીતે પુરી ફૅમિલીની લાઈફ ચેન્જ થઈ જાય છે તે દર્શાવાયું છે

મુંબઈ, તા. ૧૨ : શ્રિયા પિલગાંવકર હવે ડિજિટલ થ્રિલર સિરીઝ 'ધ ગોન ગેમમાં જોવા મળશે. અનલૉક-૨ દરમ્યાન ઘણી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ શ્રિયાએ તેના ઘરમાં જ આ શોનું શૂટિંગ કર્યું હતું. આ શોને નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે અને આ જ મહિનામાં એને વૂટ પર રિલીઝ કરવામાં આવશે. આ શોમાં લૉકડાઉનમાં કેવી રીતે મર્ડર થાય છે અને કેવી રીતે સમગ્ર ફૅમિલીની લાઈફ ચેન્જ થઈ જાય છે એ દર્શાવવામાં આવશે. આ શોનું તેના પાત્રનું તમામ શૂટિંગ તેના ઘરમાં જ કરવામાં આવ્યું હતું. આ શોમાં તેના પાત્ર વિશે કોઈ માહિતી નથી પરંતુ તેની સાથે શ્વેતા ત્રિપાઠી, અર્જુન માથુર અને સંજય કપૂર જોવા મળશે.

આ લૉકડાઉન દરમ્યાન ઑનલાઇન પ્લૅટફૉર્મને ખૂબ જ વેગ મળ્યો છે, પરંતુ શ્રિયા હંમેશાંથી આ પ્લૅટફૉર્મને સપોર્ટ કરતી આવી છે. તેણે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે 'મિર્ઝાપુરલ્લ અને 'હાઉસ અરેસ્ટલ્લમાં કામ કર્યું હતું. આ સાથે જ તેણે લાઈવ નાટક 'લૉકડાઉન લવલ્લમાં કામ કર્યું છે.

જોકે આ અનુભવ તેના માટે પણ નવો છે. આ વિશે શ્રિયાએ કહ્યું હતું કે 'ઑનલાઇન લાઈવ નાટક અને ઘરમાં સિરીઝ માટે શૂટિંગ કરવાનું ચૅલેન્જિંગ હતું, પરંતુ ખૂબ જ મજા આવી હતી. હેર, મેકઅપ, કૉસ્ચ્યુમ, આર્ટ, પ્રોડક્શન અને સિનેમૅટોગ્રાફી બધું તમે સંભાળો એ સહેલું નથી પરંતુ મને ઘણું શીખવા મળ્યું.

બિહાઇન્ડ ધ સીન પાછળ જે પણ લોકો કામ કરે છે એ લોકો માટે મને હવે વધુ માન છે. આ લૉન્ગ ડિસ્ટન્સ કોલૅબરેશનથી હું સતત કામમાં રહી અને પૉઝિટિવ રહી એ માટે હું આભારી છું. આ કારણસર મને ક્રાફ્ટના વિવિધ ડિપાર્ટમેન્ટ વિશે વધુ જાણકારી મળી હતી.

(7:33 pm IST)