Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

બંગાળી અભિનેત્રી કોયલ મલ્લિક કોરોના પોઝિટિવ

પરિવારના તમામ સભ્યો હોમ ક્વોરન્ટાઈન : માતા દીપા મલ્લિક, પિતા રંજીત મલ્લિક અને પતિ નિશપાલ સિંહનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે

કલકત્તા, તા. ૧૨ : કોરોના વાયરસને કારણે દેશભરમાં ગંભીર સ્થિતિ સર્જાયેલી છે અને દરરોજ હજારો કોરોનાના કેસ આવી રહ્યા છે. અનેક ફિલ્મી સેલેબ્સ પણ તેની ચપેટમાં આવી ચૂક્યા છે. હવે બંગાળી એક્ટ્રેસ કોયલ મલ્લિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોયલ મલ્લિકે જણાવ્યું કે ચોંકાવનારી વાતએ છે કે આખી ફેમિલી કોરોના પોઝિટિવ છે. માતા દીપા મલ્લિક, પિતા રંજીત મલ્લિક અને પતિ નિશપાલ સિંહનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોયલ મલ્લિકે ટ્વિટ કરી લખ્યું કે, 'બાબા, મા, રાને અને મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બધાએ સેલ્ફ ક્વોરંટીન કરી લીધું છે. કોયલ મલ્લિકે વર્ષ ૨૦૧૩માં પ્રોડ્યૂસર નિશપાલ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને આ વર્ષે ૫ મેના રોજ પુત્રનો જન્મ થયો. એક્ટ્રેસની આખી ફેમિલી કોરોના પોઝિટિવ નિકળવા પર બંગાળી ફિલ્મ ઈડસ્ટ્રીઝને ઝાટકો લાગ્યો છે. ફિલ્મમેકર સત્રજીત સેન, એક્ટર વિક્રમ ચેટર્જી અને જીત સહિતબંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમને પ્રોત્સાહિત કર્યા અને તેમણે જલદી સ્વસ્થ થવાની કામના કરી.

(7:32 pm IST)