Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

'તારક મહેતા કા ઉલ્ટા....'ની બબીતાને આવ્યો પેનિક અટેક

મુંબઈઃ ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ભાભીની ભૂમિકા ભજવનારી એકટ્રેસ મુનમુન દત્તા દર્શકોની વચ્ચે ખૂબ જાણીતી છે. સીરિયલમાં જેઠાલાલ અને બબીતા ભાભીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. હાલમાં મુનમુન હોલિડે પર છે. તે હાલમાં ફ્રેન્ડ સાથે તાન્ઝાનિયામાં કિલિમંજારો પહાડ પર ટ્રેક કરવા પહોંચી હતી. પરંતુ આ ટ્રિપમાં તેની સાથે કંઈક એવું થયું કે તેને પરત ફરવું પડ્યું છે. માઉન્ટ કિલિમાન્જેરો પર ટ્રેકિંગ કર્યા બાદ દરિયાની સપાટીથી ૧૨ હજાર ફૂટ ઉંચાઈએ તેને પેનિક એટેક આવતા ઈમર્જન્સીમાં નીચે લાવામાં આવી હતી.

મુનમુન દત્તા આ ટ્રેકિંગ માટે એકદમ ફીટ હતી. તેણે ટ્રેકિંગના બીજા દિવસે ફોટો પણ શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે, ખુશ છું કે હું બીજા દિવસના કેમ્પ પર પહોંચી ચુકી છું. હવે અહીંથી કિલિમાન્જેરો સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલો નજીક છે છતા કેટલો દૂર છે.

બીજા દિવસના ટ્રેકિંગ બાદ અધવચ્ચે જ તેને આ એડવેન્ચર છોડવું પડ્યું. એકટ્રેસે એક પોસ્ટમાં આ અંગે લખ્યું કે, 'આ એ જ રાત હતી જયારે મને ઉપરથી નીચે લાવવી પડી કેમ કે મને ગંભીર કલસ્ટ્રોફોબિક દુઃખાવાનો એટેક આવ્યો હતો.'

(4:02 pm IST)
  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST