Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

શાહિદ કપૂરની ફિલ્મ કબીરસિંઘનો દબદબોઃ ૨૫૦ કરોડની જંગી કમાણી : ઉરી અને ભારત ફિલ્મને પાછળ રાખી દીધા

મુંબઈ : શાહિદ કપુરની મુવી કબીર સિંહ ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિકસ તારા આદર્શે ટ્વિટ કરીને જણાવ્યુ કે, બોકસ ઓફિસ ડ્રમા - એકશન ફિલ્મ કબિર સિંહ રૂ.રપ૦ કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. બીજા શુક્રવારે ફિલ્મે રૂ.૧ર.ર૧ કરોડની કમાણી કરી છે. તે પછી શનિવારે રૂ.૧૭.૧૦ કરોડ અને રવિવારે રૂ.૧૭.૮૪ કરોડની કમાણી કરી હતી. તે પછી સોમવારે રૂ.૯.૦૭ કરોડ, મંગળવારે રૂ.૮.૩૧ કરોડ અને બુધવારે રૂ.૭.પ૩ કરોડની કમાણી કરી હતી.

ગત સપ્તાહે અભિનેતા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા જબરજસ્ટ પ્રતિસાદનો આભાર માનવામાં આવ્યો હતો. સંદિપ રેડ્ડી વાંગે કબીર સિંહ ફિલ્મને ડાયરેકટ કરી હતી. જેમાં શોર્ટ ટેમ્બર સર્જન કબીર સિંહ તરીકે શાહિદ કપુરના લગ્ન પ્રતિ( કિયેરા આડવાણી) નહિં થતા તે ડ્રગ્સ અને આલ્કોહોલનો આદી થઈ જાય છે. બીજી બાજુ આયુષમાન ખુરાનાની આર્ટિકલ ૧પને રૂ.પ૦ કરોડથી વધુની કમાણી કરી દીધી છે.

(3:26 pm IST)
  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST