Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પ્રીતિ ઝીંટાની કંપની થયો કેસ

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિતી ઝિંટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ કાયદાકીય ગુંચવણમાં ફસાતી નજરે પડી રહી છે. ચંદીગઢના ડોક્ટર સુભાષ સતીજાનો આરોપ છે કે, તેણે પોતાની એક રુમ કંપનીને ભાડા પેટે આપી હતી, જેમાં ઓફિસ ખોલી દેવામાં આવી. 

 

આમ થવા પર સ્ટેટ ઓફિસે ડો.સતીજાને ૩૮ લાખ રુપિયાની નોટિસ ફટકારી છે, જેને ડોક્ટરે કંપની પાસેથી વસુલવાનો નિર્ણય કર્યો છે. માટે ડોક્ટર સતીજાએ જિલ્લા કોર્ટમાં કંપની સામે સિવિલ સુટ ફાઈલ કરી છે. સતીજાના સિવિલ સુટને ડિસમિસ કરવા માટે કંપનીએ કોર્ટમાં એક એપ્લિકેશન આપી હતી જેને ફગાવી દેવામાં આવી છે. હવે મામલા પર કોર્ટમાં કાર્યવાહી ચાલશે અને સુનાવણી માટે કોર્ટે ૨૩ જુલાઈની તારીખ નક્કી કરી છે. તો બીજીબાજુ કંપનીનો તર્ક છે કે તેમણે રુમમાં ઓફિસ નહતી ખોલી પરંતુ તેનો ઉપયોગ અધિકારીઓના વસવાટ માટે કર્યો હતો. કંપનીનું કહેવુ છે કે જ્યારે આઈપીએલ મેચ રમાતી હતી ત્યારે અધિકારીઓ અહીં રોકાતા હતા. 
કંપનીના જણાવ્યા મુજબ, સતીજા પોતાની રુમને વેચવા માંગતા હતા પરંતુ જ્યારે એસ્ટેટ ઓફિસે તેમના પર ૩૮ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો તો તેમણે કંપનીને માટે જવાબદાર ગણાવી. કંપનીએ આના આધારે કોર્ટમાં એપ્લિકેશન આપી હતી જેને ફગાવી દેવાઈ છે.

(4:50 pm IST)