News of Thursday, 12th July 2018

ટાઇગર શ્રોફે ગર્લફ્રેન્ડ દિશા સાથે કર્યો જાહેરાતની ફિસમાં વધારો

મુંબઈ: ટાઇગર શ્રોફ અને દિશા પટાણી વરસની સફળ જોડીની યાદીમાં સામેલ થઇ ગયા છે. તેમની કેમ્સ્ટ્રી આકર્ષક હોવાથી વિજ્ઞાપનનક્ષેત્રના લોકો પણ ફાયદો ઉઠાવવા ઉત્સાહિત છે. તેથી તેમને સાથે વિજ્ઞાપનની ઓફરો વારંવાર મળે છે. સૂત્રની લાત સાચી માનીએ તો, '' તાજેતરમાં  ટાઇગર અને દિશા પાસે એક જાણીતી તેલની બ્રાન્ડના વિજ્ઞાાપનની ઓફર આવી હતી. કંપની ઇચ્છતી હતી કે જોડી સાથે વિજ્ઞાપન કરે. બન્ને કલાકારો યુવાન છે અને યુવાનિયાઓ વચ્ચે પોતાના ફિઝિક માટે જાણીતા છે. ઉત્પાદકોનું માનવું હતું કેઆ યુગલ વિજ્ઞાપન સાથે કરે. ટાઇગર અન દિશાએ એડવર્ટાઇઝ માટે રૃા. પાંચ કરોડની માંગણી કરી છે. તેમા આશ્ચર્યની વાત છે કે કંપનીએ પોતાની બ્રાન્ડ માટે રકમ  ચૂકવવાની તૈયારી પણ દર્શાવી છે. જોકે પહેલીવાર નથી બનતું કે, કોઇ રિયલ લાઇફ કપલ પ્રથમ વખત વિજ્ઞાપન સાથે કરતા જોવા મળશે. પૂર્વે શાહરૃખ ખાન-ગૌરી અને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ સાથે જોવા મળ્યા હતા. વિજ્ઞાપનજગતમા એવું મનાય છે કે, રિયલ લાઇફ કપલ્સ જ્યારે કોઇ બ્રાન્ડનું વિજ્ઞાપન સાથ કરે છે ત્યારે દર્શકો પર સારો પ્રભાવ પડે છે.

(4:49 pm IST)
  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • રાત્રે ૮-૪૦ : જામનગર – ભાવનગર – રાજકોટ – સોમનાથ – જુનાગઢ જીલ્‍લાના અનેક વિસ્‍તારોમાં ર થી ૧૦ ઇંચ વરસાદના અહેવાલો મળે છે. access_time 8:46 pm IST