Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં ડાન્સ કરતો નજરે પડશે શાહિદ કપૂર

મુંબઇ: અભિનેતા શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં ડાન્સ કરતો પણ જોવા મળશે એવી જાણકારી મળી હતી. મોટા ભાગના સિનેરસિકો જાણે છે કે શાહિદ જેટલો સારો અભિનેતા છે એટલોજ સારો ડાન્સર પણ છે. કેટલીક ફિલ્મોમાં એનો ડાન્સ સરસ રીતે રજૂ થયો હતો. હવે બત્તી ગુલ મીટર ચાલુના ડાયરેક્ટર શ્રી નારાયણ સિંઘ શાહિદની ડાન્સ કરવાની ક્ષમતાને પણ ફિલ્મમાં રજૂ કરશે એવી માહિતી મલી હતી. તાજેતરમાં ખુદ શાહિદે ઇન્સ્ટાગ્રામ પર ડાન્સની એક તસવીર રજૂ કરી હતી. અત્યાર અગાઉ એણે મૂડ્સ ટાઇટલ હેઠળ ફિલ્મના પોતાના પાત્રના વિવિધ હાવભાવ અને સંવેદનો રજૂ કરતી તસવીરો શૅર કરી હતી. તાજેતરમાં એણે ડાન્સની એક તસવીર પણ શૅર કરી હતી અને એવો અણસાર આપ્યો હતો કે બત્તી ગુલ મીટર ચાલુમાં ડાન્સ પણ કરશે. અગાઉ શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર વિશાલ ભારદ્વાજની હૈદર ફિલ્મમાં સાથે દેખાયાં હતાં. હવે બત્તી ગુલ મીટર ચાલુમાં બંને કલાકારો સાથે દેખાશે. શ્રદ્ધાએ પોતાના પાત્રનું શૂટિંગ ક્યારનું પૂરું કરી નાખ્યું છે. શ્રદ્ધા ઉપરાંત ફિલ્મમાં યામી ગૌતમ ધારાશાસ્ત્રી તરીકે ચમકી રહી છે. પોતાના રોલને સમજવા યામીએ મુંબઇ હાઇકોર્ટની મુલાકાત લીધી હતી અને મહિલા વકીલોની રીતભાત તથા કામ કરવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો.

(4:47 pm IST)
  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • રાજકોટના શાપર -વેરાવળમાં ભારે વરસાદને કારણે 150 લોકો પાણીમાં ફસાયા ;તંત્રએ તમામને સહી સલામત સ્થળે ખસેડાયા :વહીવટી તંત્રએ તમામ માટે ભોજન વ્યવસ્થા કરી access_time 11:26 pm IST

  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST