News of Thursday, 12th July 2018

જગીયા.. શશાંકની ફરીથી ટીવી પરદે એન્ટ્રી

કલર્સ ટીવી પર ચાલી રહેલા શો 'રૂપ-મર્દ કા નયા સ્વરૂપ'માં બાલિકા વધૂથી ચર્ચા જગાવનાર શશાંક વ્યાસ પણ ફરી ટીવી પરદે જોવા મળશે. આ શો લાંબા સમયથી ટીવી પરદે ચાલી રહ્યો છે. જેમાં હવે બાર વર્ષનો લાંબો ગેપ દેખાડવામાં આવશે. જેમાં યુવાન રૂપનો રોલ જગીયા એટલે કે શશાંક વ્યાસ નિભાવશે. શશાંકે જણાવ્યું હતું કે હું એવા પાત્રો જ પસંદ કરુ છું જે ખાસ હોય. રૂપ-મર્દ કા નયા સ્વરૂપનો કોન્સેપ્ટ બોલ્ડ છે. હું એ અનુભવી શકુ છું કે પુરૂષ હોય કે સ્ત્રી હોય બંનેને કોઇની પણ સલાહ વગર પોતાનો રસ્તો પસંદ કરવાનો હક્ક છે. એક જુનથી શરૂ થયેલો આ શો ટીઆરપીમાં પ્રારંભે ખુબ આગળ હતો. આ શોમાં શશાંકની પ્રેમિકાનો રોલ ડોનલ બિસ્ટ નિભાવશે. સમાજમાં આજે પણ છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ છે, એ વાત આ શોના કેન્દ્રમાં છે.

(9:47 am IST)
  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST