Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારા અડવાણીની જોડી

કારગીલ યુધ્ધમાં શહિદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પરથી ફિલ્મ બનશે તે બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય રોલ સિધ્ધાર્થ મલ્હોત્રા નિભાવશે. હિરોઇન કોણ હશે? તે બાબતે રહસ્ય હતું. હવે સ્પષ્ટ થઇ ગયું છે કે હિરોઇનનો રોલ કિયારા અડવાણીને મળ્યો છે. અંગ્રેજી વેબસાઇટ ડીએનએની ખબર મુજબ આ રોલ માટે કિયારા ફાઇનલ થઇ છે. અગાઉ કિયારા લસ્ટ સ્ટોરિઝ નામની ફિલ્મના પોતાના બોલ્ડ સિનને કારણે ખુબ ચર્ચામાં આવી હતી. દર્શકોને તેનો આ રોલ ગમ્યો હતો. હવે તે સિધ્ધાર્થ સાથે અલગ જ રોલમાં જોવા મળવાની છે.

(9:46 am IST)