Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

એશા દેઓલને ત્યાં પુત્રીનો જન્મઃ ધર્મેન્દ્ર અને હેમામાલીની નાના-નાની બન્યા

નવી દિલ્હીઃ અત્યારે દેઓલ પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની ફરી એકવાર નાના-નાની બની ગયા છે. તેમની મોટી દિકરી એશા દેઓલે ૧૦ જૂનના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. આ ન્યુઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમાં તેણે દીકરીનું નામ પણ જાહેર કર્યુ છે જે અલગ અને ખાસ છે. એશાએ દીકરીનું નામ મિરાયા પાડયુ છે. એશાની મોટી દીકરી રાધ્યાનું નામ રાધા પરથી અને નાની દીકરી મિરાયાનું નામ મિરા પરથી રાખવામાં આવ્યુ છે. એશા દેઓલે જાન્યુઆરીમાં પ્રેગનેન્સીની ખબર તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેણે રાધ્યાનો ફોટો મુકી લખ્યું હતું - 'હું હવે મોટી બહેન બનવાની છું.' એશાએ રાધ્યાને ઓકટોબર ૨૦૧૭માં જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલા એશાની નાની બહેન આહના અને પતિ બરતે એશા માટે સરપ્રાઈઝ બેબી શાવરનું આયોજન કર્યુ હતુ. એશાએ આ સેરેમનીના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

એશા દેઓલે ૨૯ જૂન ૨૦૧૨માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. એશાએ ૨૦૦૨માં 'કોઈ મેરે દિલ સે પૂછો'થી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતું. ભરત તખ્તાની બિઝનેસમેન છે. તે પિતા વિજય તખ્તાનીનો બિઝનેસ સંભાળે છે. તેનો નાનો ભાઈ અમેરિકામાં રહે છે.

(6:12 pm IST)
  • સૌરાષ્ટ્ર તરફ આવતી 21 જેટલી ટ્રેન રદ કરાઈ :વાયુ વાવાઝોડા ને પગલે રેલતંત્ર પણ એલર્ટ:સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર તરફ વવાઝોડાની અસર ની શકયતાના પગલે રેલતંત્ર પણ એલર્ટ:સૌરાષ્ટ્ર કચ્છ ની 21 ટ્રેનો ને પહોંચી અસર: સૌરાષ્ટ્ર તરફ આવતી 21 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે access_time 5:16 pm IST

  • વેરહાવળના કાંઠાના વિસ્તારમાં રહેતા રહેવાસીઓના મકાનો ખાલી કરાવાયાઃ લોકોને સુરક્ષીત જગ્યાએ લઈ જવાયા access_time 11:46 am IST

  • વાયુ વાવાઝોડાએ વિકરાળ ઝંઝાવાતનું રૂપ ધારણ કર્યું: ૮ થી ૧૪ ઇંચ જેવો અતિ ભારેથી મહા ભારે વરસાદ પડશેઃ ૧૩૦ કી.મી.ની ઝડપે વેરાવળ નજીકથી ત્રાટકશેઃ દરિયામાં ૭ ફુટ થી ઊંચા મોજા ઊછળશેઃ ૧૩ થી ૧૫ જૂન વચ્ચે વાયુ વાવાઝોડાની અસર હેઠળ આવનાર ૧૦ જિલ્લાઓની સ્કૂલમાં ગુજરાત સરકારે રજા જાહેર કરી access_time 11:52 am IST