Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

જાવેદ જાફરીના પુત્ર મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દોહીત્રી નવ્યા નવેલી નંદા સાથે ચમકતા ભારે ચર્ચા

મુંબઈઃ એકટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલુ હતું. જો કે આખરે મિઝાને સ્પષ્ટતા કરી છે કે હું અને નવ્યા માત્ર મિત્રો છીએ. નવ્યા મારી બહેનની સારી મિત્ર હોવાથી અમે એક સર્કલમાં છીએ અને એટલે ઘણીવાર સાથે જોવા મળીએ છીએ. હું કોઈ સાથે રિલેશનશીપમાં નથી.

સોશિયલ મીડિયામાં નવ્યાએ એક તસ્વીર શેર કરી હતી જેના કારણે તેના અને મિઝાનના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. મિઝાન અને નવ્યાની એ તસ્વીરો બાદ એવા અહેવાલો આવવા લાગ્યા કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે એ સમયે નવ્યાએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એ ખુલાસો પણ કરી દીધો હતો કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે નવ્યાએ મિઝાન સાથેની એક તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસ્વીરને શેર કરતા કેપ્શનમાં નવ્યાએ લખ્યું કે 'રિલેશનશિપ ગોલ્સ.' આ તસ્વીરમાં નવ્યા અને મિઝાન એક જેવી ટીશર્ટમાં જોવા મળી રહ્યા હતા. આ તસ્વીરમાં નવ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.

રિપોર્ટ પ્રમાણે મિઝાનની ડાન્સીંગ અને એકટીંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઈમ્પ્રેસ થઈ ગયા હતા. ૨૩ વર્ષના મિઝાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઈનીંગ મેળવી છે. તેણે ન્યુયોર્ક ફિલ્મ મેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મિઝાન આ પહેલા ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં આસિસ્ટન્ટ ડિરેકટરનું કામ કરી ચૂકયો છે.

મિઝાનને ચમકાવતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ 'મલાલ'નું ટ્રેલર રીલીઝ થઈ ગયુ છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બન્નેની કેમિસ્ટી ઉપરાંત બ્રેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ શાનદાર છે. આ ફિલ્મ ૨૮ જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

(6:11 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલે લેવાનાર પરીક્ષા હવે ૧૯મીએ લેવાશે access_time 6:51 pm IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST

  • વાવાઝોડાના પગલે રાજકોટમાં PGVCLની ટીમ હાઈએલર્ટઃ વીજપુરવઠો ન ખોરવાય તે માટે ટીમ સતત ખડેપગે access_time 12:41 pm IST