Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રણવીર સિંહ કરી શકે છે ડોન 3માં કામ

મુંબઈ: શાહરુખ ખાન સાથે ડોનની બે સિરીઝ બનાવનાર હવે  ત્રીજી સીરીઝને ચર્ચામાં છે આ વખતે પહેલી બે સિરીઝનું નિર્દેશન કરનાર ફરહાન અખ્તર ફિલ્મમાં અભિનય કરતા નજરે પડશે એવી વાતો તો ચર્ચાઈ રહી છે પણ સાથો સાથ એવી પણ વાત જાણવા મળી છે ડોન 3માં શાહરુખની જગ્યા પર રણવીર સિંહને લેવામાં આવશે। ડોનની 2 સિરીઝનું નિર્માણ કરી ચૂકેલ એક્સેલ એનરટેન્મેન્ટમાં રણવીર સિંહે અત્યાર સુધી બે ફિલ્મો કરી છે જેમાં દિલ ધડકને ડો અને ગલી બોય છે. હવે એવી ચર્ચા છે ડોન 3માં રણવીર સિંહને લેવામાં આવશે પણ આ વાતની ચોખવટ ત્યારે જ થશે જયારે રણવીર સિંહ લંડનથી પરત આવે. તે લંડનમાં તેની આગામી ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે.

(5:42 pm IST)