Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કરણની હોરર ફિલ્મમાં વિક્કી અને ભૂમિ

બોલીવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે અનેક રોમાન્ટીક ફિલ્મો આપી છે. હવે તે કંઇક અલગ કરવાના મૂડમાં છે. કરણે ઇંસ્ટાગ્રામ પર તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે ધર્મા પ્રોડકશન હવે ડરની નવી ફ્રેન્ચાઇઝીને રજૂ કરશે. કરણ જોહર હવે હોરર ફિલ્મનું એલાન કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં વિક્કી કોૈશલ અને ભૂમિ પેડનેકરને મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. 'ભૂત-પાર્ટ વન- ધ હોન્ટેડ શિપ' એવું નામ ફિલ્મને અપાયું છે.  નિર્દેશન શશાંક ખેતાનના આસિસ્ટન્ટ રહી ચુકેલા ભાનુ પ્રતાપ સિંહ કરશે. આ ફિલ્મનું કામ હવે ઝડપથી શરૂ કરવાની તૈયારી થઇ રહી છે. કરણે પોસ્ટ કરેલી તસ્વીર અને તેના લખાણ પરથી જાત-જાતની અટકળો શરૂ થઇ હત. ફિલ્મ ૧૫મી નવેમ્બરે રિલીઝ થઇ જશે. એક સત્ય ઘટના પર આ ફિલ્મ આધારીત છે.

(10:11 am IST)