Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

હૃતિક રોશને પોતાની મેનેજર અંજલિઅે સોનાના ૧૦ સિક્કાની ચોરી કરતા કાઢી મુકીઃ પૂર્વ પ્રેમિકા કંગના રનોટની મેનેજર બની ગઇ

મુંબઇઃ ફિલ્મ અભિનેતા હૃતિક રોશનની મેનેજરે ગીફ્ટમાં આપવા માટે આપેલા ૨૧ સોનાના સિક્કામાંથી ૧૦ સિક્કાની ચોરી કરતા હૃતિક રોશને નોકરીમાંથી તેને કાઢી મુકી છે. હૃતિક રોશનની મેનેજર હવે તેની કથિત એક્સ ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ ક્વીન કંગના રનોટની મેનેજર બની ગઈ છે. આવું થવા પાછળ એક મોટી ઘટના જવાબદાર છે.

અસલમાં હૃતિકને પોતાની મેનેજર અંજલિ પર ગળાડૂબ વિશ્વાસ હતો અને તે તેના ડેઈલી વર્ક કમિટમેન્ટ્સ અને રૂટિનને ખૂબ સારી રીતે હેન્ડલ કરતી પણ પણ એક દિવસ કંઈક એવું બન્યું કે, હૃતિકે અંજલિ અથાને નોકરીમાંથી કાઢી મૂકવી પડી.

ઉલ્લેખનીય છે કે, હૃતિક રોશન અને નિર્દેશક આશુતોષ ગોવારિકર બે ફિલ્મો જોધા અકબરઅનેમોહે-ન્જો-દારોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને તે એકબીજાના સારા મિત્રો માનવામાં આવે છે. ખબર અનુસાર, હૃતિકે આશુતોષ પ્રત્યે ગુડવિલ જેસ્ચર દેખાડતા સોનાના 21 સિક્કા ગિફ્ટ કર્યા હતા. તેણે આ સિક્કા અંજલિ દ્વારા મોકલાવ્યા હતા.

આશુતોષે આ ગિફ્ટથી ખુશ થઈ હૃતિકનો આભાર વ્યક્ત કરવા માટે ફોન કર્યો અને સોનાના 11 સિક્કા મોકલવા બદલ તેનો આભાર માન્યો. ત્યારે હૃતિકનું મગજ ખનક્યું કે, તેણે 21 સોનાના સિક્કા મોકલાવ્યા હતા. મતલબ સ્પષ્ટ હતો એટલે હૃતિકે અંજલિને ચોરી કરવા બદલ ખૂબ ખરીખોટી સંભળાવી અને તાત્કાલિક રૂપે મેનેજરની પોસ્ટ પરથી હટાવી દીધી.

(6:22 pm IST)