Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અજીત ડોભાલના પાત્રનો ફર્સ્ટ લુક પરેશ રાવલે કર્યો શેયર

મુંબઈ: પીઢ અભિનેતા પરેશ રાવલ દરેક પાત્રમાં પ્રાણ ફૂંકવા માટે જાણીતા છે. પછી તે ગંભીર પાત્ર હોય કે રમુજી રોલ. હાલમાં રીલિઝ થનારી સંજય દત્ત પર આધારિત ફિલ્મમાં પરેશ રાવલ સંજય દત્તના પિતા સુનીલ દત્તના રોલમાં જોવા મળશે. અને હવે તેણે સોશયલ મીડિયા પર અજીત ડોભાલના પાત્રનો ફસર્ટ્ લુક મુક્યો છે. ફિલ્મ ઉરીમાં થયેલ સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. પરેશ રાવલે ટ્વિટર પર પોતાનો લુક શેયર કરતાં પોસ્ટ કર્યું છે કે, '' ફિલ્મમાં હું માનનીય નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલની ભૂમિકા નિભાવી રહ્યો છું. અસલ હીરોની ભૂમિકા ભજવવાની તક જિંદગીમાં એક વખત મળતી હોય છે. '' વાસ્તવમાં પરેશ રાવલ ફિલ્મ 'ઉરીમાં અજીત ડોભાલના પાત્રમાં જોવા મળશે. જેનો લુક તેણે ટ્વિટર પર શેયર કર્યો છે. ફિલ્મનું શૂટિંગ સર્બિયામાં ચાલી રહ્યું છે. ફિલ્મને રોની સ્ક્રુવાલા નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે

(4:08 pm IST)