Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

દીપિકા પાદુકોણે કર્યો ફિસમાં ધરખમ વધારો: રિપોર્ટ

મુંબઈ: દીપિકા પદુકોણે સંજય લીલા ભણશાની ફિલ્મ 'પદમાવત બાદ પોતાની ફીમાં ધરખમ વધારો કર્યાની ચર્ચા છે. એટલું નહીં તે હવે નવોદિત દિગ્દર્શક સાથે પણ કામ કરવા રાજી નથી તેમ બોલીવૂડ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું. એક નવોદિત દિગ્દર્શકે પોતાના એક ઇન્ટરવ્યુમાં નારાજગી ઠાલવતા કહ્યું હતું કે, દીપિકા હવે અમારી સાથે કામ કરવા તૈયાર નથી. એટલું નહીં તે અમારી સાથે વાતચીત કરવા પણ માંગતી નથી. તેણે પોતાની ફીમાં ધરખમ વધારો કરી નાખ્યો છે. ઉપરાંત તે હવે 'સ્ટેબિલાઇઝડ ડાયરેકટરો સાથે કામ કરવા ઇચ્છે છે. દીપિકા હવે સ્ક્રિપ્ટમાં પણ ્દખલગીરી કરી રહી છે. તેમજ ફિલ્મમાં તેના પાત્ર પર ફોકસ કરવામાં આવે  એવી માગણી કરે છેદીપિકાની વર્તણૂક માટે સંજય લીલા ભણશાલી જવાબદાર છે. ફિલ્મ 'પદમાવત પછી તેને એમ લાગ્યું કે તે બોલીવૂડની સૌથી વધુ સફળ અભિનેત્રી છે.  મનોરંજન ઇન્ડ્સ્ટ્રીમાં ઘણા લોકોનું માનવું છે કે, દીપિકા પદુકોણે પોતાની ફીમાં ભાવ વધારો કરીને પોતાને નુકસાન પહોંચાડયું છે. હાલ તે ઇન્ડસ્ટ્રીની ટોપ એકટ્રેસ છે જો તે પોતાની કારકિર્દીના ્વળાંક પર આટલી બધી શરતો મુકશે તો ચોક્કસ દિગ્દર્શકો તેને કામ આપશે.જ્યારે બાકીના અન્ય અભિનેત્રીઓ સાથે કામ ચલાવી લેશે. જ્યારે એક ચર્ચા એવી પણ છે કે દીપિકા પોતાની સફળતા પ્રમાણે ડિમાન્ડ કરી રહી છે. ફિલ્મના અભિનેતાઓને જો વધુ ફી મળતી હોય તો ફિલ્મનો ભાર ઉપાડનારી અભિનેત્રી પણ વધુ ફીની આશા રાખે તેમાં કોઇ ખોટું નથી.

(4:08 pm IST)