Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુરમાનું ટ્રેલર રિલીઝ

મુંબઇ: ભારતીય હૉકીના લેજંડરી પ્લેયર સંદીપ સિંઘની બાયો ફિલ્મ સૂરમાનું ટ્રેલર સોમવારે ઔપચારિક રીતે રજૂ કરાયું હતું ત્યારે ફિલ્મના હીરો પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝે ખુલ્લા દિલે વાત કરી હતી.

'મને પહેલીવાર ફિલ્મની ઑફર આવી ત્યારે મેં ચોખ્ખી ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે કોઇ રોમાન્ટિક લવ સ્ટોરી હોય તો લાવો. મારે એવી ફિલ્મ કરવી છે.પરંતુ સંદીપ સિંઘની જીવનકથા અને સંઘર્ષની વાત જાણી ત્યારે હું ચકિત થઇ ગયો હતો અને મેં ફિલ્મ કરવાની તૈયારી દેખાડી હતી. હવે મને લાગે છે કે મેં ફિલ્મ કરી હોત તો મારા જીવનની સૌથી મોટી અને ગંભીર ભૂલ થઇ હોત' એમ દિલજિતે કહ્યું હતું.

ફિલ્મના ટ્રેલર લોંચિંગ પ્રસંગે મિડિયા સાથે વાત કરી રહ્યો હતો. ફિલ્મમાં તાપસી પન્નુ એની મિત્ર કમ પ્રિયતમાનો રોલ કરી રહી છે. પિન્ક અને નામ શબાના પછી જુડવા ટુએ તાપસીને રાતોરાત લિસ્ટના કલાકારોની યાદીમાં મૂકી દીધી હતી. હાલ ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મ કરી રહી છે.ઔઅભિનેત્રી કમ પ્રોડયુસર ચિત્રાંગદા સિંઘ અને સોની પિક્ચર્સ ફિલ્મના નિર્માતા છે. દિલજિત અને તાપસી ઉપરાંત ફિલ્મમાં અંગદ બેદી ચમકી રહ્યો છે. પ્રસંગે જેમના જીવન પરથી ફિલ્મ બની છે સંદીપ સિંઘ પણ પોતાના ભાઇ વિક્રમજિત સિંઘ સાથે હાજર હતા.

(4:07 pm IST)