Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રેસ-૩ના સેટેલાઇટ રાઇટ્સ સૌથી મોંઘા વેચાયા

અંદાજે ૧૫૦ કરોડમાં ડિલ થઇઃ દંગલના ૭૫ કરોડમાં વેચાયા હતા

નવીદિલ્હી, તા.૧૨: સલમાનની ફિલ્મ રેસ-૩ થોડાક સમયના થીયેટરમાં રીલીઝ થશે ફિલ્મ રેસ ફેન્ચાઇનીનો ત્રીજો ભાગ છે સુત્રોના જણાવ્યા મુજબ રિલીઝના થોડાક સમય પહેલા કેટલાક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના સેટલાઇટ રાઇટ સૌથી મોઘા વેચાયા છે.

સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સની અંદાજે ૧૫૦ કરોડમાં ડિલ થઇ છે. જોકે આ આંકડા અંદાજીત છે. અગાઉ આ મામલે આમિર ખાનની ફિલ્મ દર્ગલ સૌથી આગળ હતી. જેના સેટલાઇટ રાઇટ્સ ૭૫ કરોડમાં વેચાયા હતા.

રેસ ફેન્ચાઇઝના આ ત્રીજા ભાગમાં નવા કલાકરોની સાથે આઝમાઇશ કરવામાં આવી છે.ફિલ્મમાં સલમાનખાન ઉપરાંત બોબી દેઓલની પણ એન્ટ્રી થઇ છે. આ ઉપરાંત આ ફિલ્મમાં જેકલીન ફર્નાડિસ અને ડેઝી શાહ પણ છે. અનિલપુર એક માત્ર એવું પાત્ર છે. જેને ફેન્ચાઇઝીની દરેક ફિલ્મોમાં યથાવત રાખવામાં આવી છે.

આ ઉપરાંત ફિલ્મ આ વર્ષ ઇદના તહેવાર પર રીલીઝ કરાશે. એવી આશા છે કે ફિલ્મને ભારે માત્રામાં દર્શકો મળશે.

(3:36 pm IST)