Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અનુપમ ખેરનો ફેવરીટ એકટર છે ગોવિંદા

અનુપમ ખેરનું કહેવું છે કે ગોવિંદા તેનો ફેવરીટ એકટર છે. ગોવિંદા હાલમાં લંડનમાં છે અને અનુપમ ખેરની મુલાકાત ત્યાં તેની સાથે થઈ હતી. તેમણે ''બડે મિયા છોટે મિયાં'', આન્ટી નંબર ૧, દીવાના મસ્તાના અને હત્યામાં સાથે કામ કર્યુ હતું.

ગોવિંદા સાથેનો ફોટો શેર કરતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યુ હતું કે લંડનમાં મારા ફેવરીટ એકટરમાંના એક ગોવિંદા સાથે અચાનક મુલાકાત થવાની મને ખુશી છે. વન એન્ડ ઓન્લી ગોવિંદા. મેં તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાં શોલા ઔર શબનમ અને હસીના માન જાએગી મારી ફેવરીટ ફિલ્મ છે. ગોવિંદાની એનર્જીને કોઈ મેચ ન કરી શકે. હિરો નંબર ૧, સુપર એકટર અને ગ્રેટ ડાન્સર.

(2:47 pm IST)