Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

મનોરંજનથી ભરપુર હશે હાઉસફુલ-૪

હાઉસફુલ સિરીઝનો ત્રીજો ભાગ થોડો નબળો હતો. પણ હવે હાઉસફુલ-૪ને ભરપુર મનોરંજક બનાવાવ તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ થ્રી-ડીમાં બની રહી છે અને સાજીદ ખાન નિર્દેશક તરીકે પાછો આવ્યો છે. કલાકારોમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ રિપીટ થશે. જ્યારે નવા કલાકારોમાં સંજય દત્તનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે આ સિરીઝમાં પહેલી વખત કામ કરશે. સાથો સાથ બોબી દેઓલને પણ રોલ મળ્યો છે. સલમાન ખાને રેસ-૩માં બોબીને લીધા પછી તેને વધુ ફિલ્મો મળતી થઇ છે. નિર્માતા સાજીદ નડિયાદવાલાની આ ફિલ્મમાં હિરોઇનો તરીકે ક્રિતી સેનન, પૂજા હેગડે, કિયારા અડવાણીની પસંદગી થઇ ચુકી છે. આ ત્રણેય ગ્લેમરમાં વધારો કરશે. સાજીદે અગાઉ સની દેઓલ સાથે જીત અને ધર્મેન્દ્ર સાથે જુલ્મ કી હુકુમત બનાવી હતી. બોમન ઇરાની પણ ફિલ્મમાં યથાવત છે. હજુ પણ બીજા કલાકારો જોડાય તેવી શકયતા છે.

(9:44 am IST)