Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

દર્શકોને પસંદ પડી રહ્યો છે એકતાનો શો 'નાગિન-૩'

ટીવી પરદે નાગીન-૩ શો શરૂ થઇ ચુકયો છે. એકતા કપૂરના આ શાનદાર શોની દર્શકોએ ખુબ રાહ જોઇ હતી. સોશિયલ મિડીયા પર આ શોના વખાણ કરતાં ચાહકો થાકતા નથી. પહેલા બે એપિસોડ જોતા જ દર્શકોને ખબર પડી ગઇ હતી કે અગાઉની બે સિઝન કરતાં પણ આ સિઝન વધુ જોરદાર છે. શોમાં નાગિન બનેલી કરિશ્મા તન્ના, અનિતા હંસનંદાની અને સુરભી જ્યોતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. શોમાં રજત ટોકસ, ચેતન હંસરાજ પણ ખાસ રોલમાં છે. નવી સ્ટાર કાસ્ટ પણ દર્શકોને ગમી છે. અભિનય ઉપરાંત કહાની, ગ્રાફિકસ, નાગિનના જોરદાર લૂક લોકોને ગમ્યા છે. જો કે આ વખતે દર્શકોને વધુને વધુ ઉત્સાહિત રાખવા એકતાએ શોનું પ્રસારણ બે દિવસ શનિ-રવિ જ કર્યુ છે. સરળ કહાનીને અલગ જ રીતે રજૂ કરવી એ એકતાની ખાસિયત છે.

(9:43 am IST)