Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સાચી હાથાપાઇ કરતા હોય તેવો નેહા કક્કર અને તેના પતિ મોહનપ્રિતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઇ: બોલીવુડની દુનિયામાં પોતાના મધુર અવાજથી જાદૂ પાથરનાર સિંગર નેહા કક્કડ મોટાભાગે કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર નેહા કક્કડ ખૂબ એક્ટિવ રહે છે એટલામ અટે તેમના ચાહનારા તેમને સોશિયલ મીડિયા ક્વીન પણ કહે છે. નેહા કક્કડએ ગત વર્ષે રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા પર6તુ હવે બંને વચ્ચે 'હાથાપાઇ' પણ શરૂ થઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પહેલાં રોહનપ્રીત પોતાની પત્ની નેહાને મારતાં જોવા મળી રહ્યા છે પછી બદલામાં નેહા પણ તેમની સાથે હાથાપાઇ કરતી જોવા મળે છે. તમે બીજું વિચારો નહી. જો બંને આ રીલ વીડિયોમાં ફક્ત મસ્તી કરી રહ્યા છે. નેહાએ આ વીડિયોને પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે.

નેહા અને રોહનપ્રીતના ફેન્સ આ વીડિયોમાં તેમની મસ્તી અને તેમની બોન્ડીંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ જોડી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. નેહા અને રોહનપ્રીના આ વીડિયો પર લોકો જોરદાર રિએક્ટ પણ કરી રહ્યા છે. એક ફેન્સે નેહાના વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે 'લગ્ન બાદની સ્થિતિ' તો બીજા એક યૂઝરે લખ્યું છે, 'તમે લોકો આટલા ક્યૂટ કેમ હોય?'

તમને જણાવી દઇએ કે નેહા કક્કડ  ઇન્ડીયન આઇડલ 12 માં જજ તરીકે જોવા મળી રહ્યા છે અને જલદી તેમનું નવું ગીત ‘Khad Tainu Main Dassa’ રિલીઝ થવા જઇ રહ્યું છે, જેમાં તે રોહનપ્રીત સિંહની સાથે જોવા મળશે.

(4:36 pm IST)
  • રાજકોટ એસટી બસપોર્ટ સહિત ડિવિઝનના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રાખવા વિભાગીય કચેરીનો નિર્ણય : કુલ ૯ ડેપોના કુલ ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ હાલ કાર્યરત access_time 11:29 am IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST

  • મહારાષ્ટ્ર - દિલ્હીમાં રસીની અછતઃ સેન્ટરોને લાગ્યા તાળા : મહારાષ્ટ્રબાદ હવે દિલ્હીએ પણ ભારત બાયોટેકની બનાવેલી 'કોવેકસીન'ની અછતનો દાવો કર્યો છે દિલ્હીના ઉપપ્રમુખ મંત્રી મનીષ સીસોદીયાએ કહયું કે પાટનગરમાં કોવેકસીનનો સ્ટોક પૂર્ણ થઇ ગયો છે. તેથી સેન્ટરને બંધ કરવા પડયા છે. તેઓએ કહયું કે ભારત બાયોટેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રના આદેશોથી વિરૂધ્ધ જઇને વેકસીન ઉપલબ્ધ કરાવી શકાય નહી જો કે ભારત બાયોટેકે તે રાજયોની યાદી જાહેર કરી હતી. જેને તેઓએ કેન્દ્રના હસ્તક્ષેપ વગર સીધા વેકસીન સપ્લાય કરી રહ્યું છે. તેમાં દિલ્હીનું નામ પણ સામેલ છે. access_time 3:45 pm IST