Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મિરઝાપુર-૨માં પ્રિયાંશુને મળ્યો ખાસ રોલ

લોકડાઉન શરૂ થયું ત્યારથી ચાહકો સુપરહિટ વેબ સિરીઝ મિરઝાપુરની બીજી સીઝનની રાહમાં છે. એમેઝોન પ્રાઇમ વિડીયોની આ ગેંગસ્ટર ડ્રામા સિરીઝની બીજી સીઝનનું ટ્રેલર તો આવી ગયું છે. પણ સિરીઝ કયારે સ્ટ્રીમ થશે તે નક્કી નથી. પહેલી સિઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મેસ્સી, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ સહિતના કલાકારો છે. ઘણા પાત્રો એવા છે જેનું પહેલી સિઝનમાં મૃત્યુ થઇ જાય છે. બીજી સિઝનમાં હવે નવા પાત્રો આગળ આવશે. આ વર્ષના અંતમાં બીજી સીઝન શરૂ થાય તેવી શકયતા છે. નવા કલાકારોની યાદીમાં પ્રિયાંશુ પેનયુલીનું નામ પણ સામેલ થયું છે. રોકઓન-૨, હાઇજેક, ભાવેશ જોષી સુપરહીરો, વન્સ અગેન સહિતની ફિલ્મો કરી ચુકેલો પ્રિયાંશુ મિરઝાપુર-૨માં ખાસ રોલમાં છે. તેણે આ શોનું વારાણસીમાં શુટીંગ પણ કર્યુ છે. તાજેતરમાં તે એકસટ્રેશન સિરીઝમાં પણ જોવા મળ્યો છે.

(9:58 am IST)