Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મારી દરેક ફિલની રિલીઝ સમયે હું નર્વસ થઇ જાવ છું: અમિતાભ બચ્ચન

મુંબઇ:અભિનયની હરતી ફરતી દંતકથા જેવા ગણાતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે દરેક નવી ફિલ્મ રજૂ થવાની હોય તે દિવસે હું નર્વસ હોઉં છું. 'સમય બદલાઇ ચૂક્યો છે, ઓડિયન્સનાં રસ રુચિ બદલાઇ ચૂક્યાં છે. એવા સમયે મારી ઉંમરના કોઇ પણ કલાકારને ફિલ્મ રજૂ થવાના દિવસે થોડું ટેન્શન તો થવાનું' એમ અમિતાભ બચ્ચને કહ્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે વાત જુદી હતી. એક તરફ હોલિવૂડની એવેન્જર્સ જેવી મેગાબજેટ અને મલ્ટિસ્ટાર એક્શન ફિલ્મ રજૂ થઇ રહી હતી જ્યારે બીજી બાજુ અમારી એક સાવ નાનકડી ફિલ્મ ૧૦૨ નોટ આઉટ રજૂ થઇ રહી હતી જેમાં બે સિનિયર સિટિઝનની વાત હતી. એટલે સ્વાભાવિક રીતેજ અમે નર્વસ હતા. લોકોને ફિલ્મ ગમી એ અમારા માટે બહુ મોટી વાત છે. સામાન્ય રીતે મારી પત્ની જયા ફિલ્મ જુએ ત્યારે કશું કહેતી નથી. પરંતુ આ વખતે એણે પણ મુક્ત કંઠે અમને બિરદાવ્યા કે એવેન્જર્સ જેવી મોટ્ટી ફિલ્મની સામે તમે ટકી ગયા એ બહુ મોટી વાત છે. તમારી ફિલ્મ સારી છે. મને ગમી છે. આ તો મારા પરિવારની વાત થઇ. એ સિવાય પણ ઓડિયન્સને ફિલ્મ ગમવી જોઇએ તો જ કલાકારોની અને કસબીઓની મહેનત લેખે લાગી ગણાય. છેલ્લાં સાડા ચાર પાંચ દાયકાથી અભિનય કરતા અમિતાભ બચ્ચને કહ્યું કે પહેલેથી મારી મનોદશા આવી રહી છે. નવી ફિલ્મ રજૂ થવાના દિવસે હંુ નર્વસ હોઉં  છું અને એ હકીકતની મારા પરિવારને જાણ હોય છે.

 

 

(4:53 pm IST)