Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ફિલ્મ પાણીપતના સંગીતની જવાબદારી અતુલ-અજયના સિરે

મુંબઇ: અજય દેવગણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રોહિત શેટ્ટીની સિંઘમ અને કરણ જોહરની રિતિક રોશનને હીરો તરીકે ચમકાવકી ફિલ્મ અગ્નિપથનું સંગીત તૈયાર કરનારા બે ભાઇઓ અતુલ અને અજયને પાણીપતનું સંગીત તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાની માહિતી મળી હતી. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ એક વૉર ફિલ્મ છે જેમાં સંજય દત્ત, અર્જુન રામપાલ અને કૃતિ સનોન ચમકી રહ્યાં છે. અજય અતુલે મરાઠી ફિલ્મ જોગવા (૨૦૦૮) માટે સંગીત પીરસીને નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો. સાથોસાથ ખૂબ પંકાયેલી અને મોટે ભાગે હિન્દીમાં રિમેક થવાની છે એ મરાઠી ફિલ્મ સૈરાટ તથા નટરંગમાં પણ આ બંધુબેલડીનું સંગીત હતું. એક નિવેદનમાં આ ભાઇઓએ કહ્યું કે અમારા માટે આ એક ગૌરવની વાત છે કારણ કે આશુતોષ સર ઉત્તમ ફિલ્મ સર્જક હોવા ઉપરાંત એમનામાં ઉત્તમ સંગીત વિશે સમજ છે. સંગીતની બાબતમાં એ ખૂબ સંવેદનશીલ છે. વળતાંમાં આશુતોષે કહ્યંુ કે આ બંનેમાં સંગીતની આગવી સૂઝ છે. વૉર ફિલ્મને અનુરૃપ સંગીત પીરસવા ઉપરાંત એમાં રહેલા સંવેદનને સમજીને એને સંગીતમય બનાવવાની એમની પ્રતિભાને પારખીને મેં એ બંનેને સાઇન કર્યા હતા. અત્રે એ યાદ રહે કે આશુતોષની અગાઉની બે સુપરહિટ કહેવાય એવી ફિલ્મો લગાન તથા જોધા અકબરમાં એ આર રહેમાનનું સંગીત હતું.

 

 

 

(8:27 pm IST)