Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે દંગલ ગર્લ સાન્યાએ વજન વધાર્યું

મુંબઇ:આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલથી સ્ટાર બની ગયેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા હાલ ફરી એક વાર વજન વધારી રહી હોવાની માહિતી મળી હતી. હાલ સાન્યા વિશાલ ભારદ્વાજની બે બહેનોની પરસ્પર ગળાકાપ સ્પર્ધાની વાત કરતી ફિલ્મ છૂરિયંા કરી રહી છે. એ માટે એને વિશાલે વજન વધારવાની સલાહ આપી હતી. અત્યાર અગાઉ સાન્યાએ દંગલ માટે ખાસ વર્ક આઉટ કરીને કુસ્તીબાજ જેવી કાયા બનાવી હતી. ફિલ્મ પૂરી થયા બાદ એણે ફરી સ્પેશિયલ ટ્રેનરની મદદથી વધારાની ચરબી અને વજન ઘટાડી નાખ્યાં હતાં. પરંતુ વિશાલની ફિલ્મ માટે હવે એને ફરી વજન વધારવાની સલાહ આપવામાં આવતાં એણે ફરી વર્ક આઉટ શરૃ કર્યું હતું. સાન્યાએ કહ્યું કે દંગલ કરતી વખતે મારી કાયાની અક્ષરસઃ પલટ થઇ ગઇ હતી અને કુસ્તીબાજ યુવતી તરીકે મારા મેનરીઝમમાં પણ ઘણો ફરક પડી ગયો હતો. મારી આખીય બોડી લેંગ્વેજ ફરી ગઇ હતી. હવે અલગ પ્રકારની ભૂમિકા માટે હું ફરી સજ્જ થઇ રહી છું.

 

 

(4:52 pm IST)