Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

માસિક ધર્મની સ્વચ્છતા માટે જાગરૂકતા લાવવાનું નવું અભિનય શરૂ કર્યું અક્ષયે

મુંબઇ: પેડમેનની રિલિઝના થોડા મહિના બાદ પણ અક્ષય કુમારે માસિક ધર્મની સ્વચ્છતા માટે જાગરૃકતા ફેલાવાનું અભિયાન ચાલુ રાખ્યું છે. આ સંબંધમાં જ તે એક નવા અભિયનાનું સમર્થન કરી રહ્યો છે. જે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરનારી મહિલાઓને માસિક દર્મ સ્વચ્છતા પર જાગરૃકતા ફેલાવશે. '' ફક્ત ૧૮ ટકાજ મહિલાઓ સેનેટરી નેપકિનનનો ઉપયોગ કરે છે, જ્યારે ૮૨ ટકા મહિલાઓ સ્વાસ્થ્યને હાનિકારક સાધનોને અપનાવે છે. માસિક ધર્મ પર મહિલાઓ તેમજ કિશોરીઓ મોકળા મને વાત કરતા અચકાતી હોય છે. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા હોવી જરૃરી છે અને આ આવશ્યક મુદ્દો છે. તેથી આપણે સાથે મળીને મહિલાઓને જાગરૃત કરવી જોઇએ, તેમ અક્ષય કુમારે કહ્યું હતું. પેડમેનની રિલિઝ વખતેે અક્ષયે જ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આપણા સમાજે આ મુદ્દા પર સ્પષ્ટ અને દિલ ખોલીને વાત કરવી પડશે નહીં તો આપણે જુની પરંપરાગત વિચારોથી આગળ નીકળી શકીશું જ નહીં.

 

 

(4:52 pm IST)