Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલીવુડ સુંદરીઓ છવાઈ :ડાર્ક પિંક કલરના આઉટફિટમાં દીપિકા પાદુકોણનો હોટ અંદાજ

મુંબઈ :કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા બોલિવુડની સુંદરીઓ છવાઈ રહી છે દીપિકા પાદુકોણનો  કાન્સ ફિલ્મોત્સવમાં પોતાના અનોખા અંદાજ જોવાયો હતો બધાની નજર દીપિકા પર જ ટકેલી હતી સમાચારોમાં પણ તે છવાયેલી રહી હતી ફોટોગ્રાફર્સ સતત તેની પાછળ કેમેરો પકડીને તેની ક્લિક્સ લેવા માટે ચાલી રહ્યા હતા કાન્સમાં આવેલી દીપિકા પાદુકોણની આ તસવીરોમાં તેનો દરેક અંદાજ ક્લિક થયો છે. કાન્સમાં બીજા દિવસે દીપિકા બહુ જ સ્ટનિંગ અવતારમાં નજર આવી રહી હતી. બીજા દિવસે તે ડાર્ક પિંક કલરના આઉટફીટમાં પહોંચી હતી

(12:26 pm IST)
  • કર્ણાટક ચૂંટણી :ધારવાડમાં પોલિંગ બુથ બહાર ભાજપના કાર્યકરોનો હોબાળો :પોલિંગ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આરોપ : કોંગ્રેસની તરફે મતદાન કરાવતા હોવાનો આરોપ લગાવાયો: તંગદિલી access_time 1:24 pm IST

  • અમદાવાદ : ગરીબ આવાસ યોજનામાં ગાયોનું કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવાનો આ બનાવ છે જ્યાં આરોપીઓ ગાયોની તસ્કરી કરીને અહીં લાવતા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચતા હતા. આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. access_time 8:14 pm IST

  • ઈરાન સાથે પરમાણુ સંધિ ચાલુ રાખવા બ્રિટન પોતાના યુરોપિયન ભાગીદારો સાથે પ્રતિબદ્ધ :બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેં એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ફોનમાં વાતચીત :ડાઉન સ્ટ્રીટના પ્રવક્તાનો હવાલો ટાંકીને શિન્હુઆ ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે ફોનમાં વાતચીત દરમિયાન મેં એ કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ સમજૂતી ને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે આ દરમિયાન તેણીએ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવેલ પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો access_time 2:33 pm IST