Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ઇન્‍ડિયન આઇડોલમાં જજ તરીકે નેહા કક્કરને 5 લાખ, હિમેશ રેશમિયાને 4 લાખ, વિશાલ દદલાનીને 4.5 લાખ, આદિત્‍ય નારાયણને અઢી લાખ પ્રતિ એપિસોડ દીઠ મળે છે

મુંબઈ: આ સમયે ઈન્ડિયન આઈડોલ 12 ચર્ચામાં છે. દરેક જગ્યાએ તેના સ્પર્ધકોના સિંગિંગ ટેલેન્ટની જ ચર્ચા છે. માત્ર સિંગિગ જ નહીં પરંતુ સ્પર્ધકોની પર્સનલ લાઈફ પણ ચર્ચા જગાવી રહી છે. અત્યાર સુધી શોમાં અનેક મોટા સિંગર્સ અને સેલિબ્રિટીઝ મહેમાન બનીને આવ્યા અને બધાએ સ્પર્ધકોના વખાણ પણ કર્યા. રેખાથી લઈને ઓસ્કાર વિજેતા એ.આર.રહમાન, અનુ મલિક, ઉદિત નારાયણ, ગીતકાર સંતોષ આનંદ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કલ્યાણજી-આનંદજી  સુધીની તમામ હસ્તીઓ ઈન્ડિયન આઈડોલનો ભાગ બની. શું તમે જાણો છો કે આ સિઝન માટે જજ નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીને કેટલી ફી મળી રહી છે. જ્યારે હોસ્ટ આદિત્ય નારાયણ એક એપિસોડ માટે કેટલી ફી વસૂલે છે.

1. નેહા કક્કર

ઈન્ટરનેટ પર મળી રહેલી જાણકારી પ્રમાણે સિંગર નેહા કક્કરને ઈન્ડિયન આઈડોલ-12 જજ કરવા માટે 5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે. નેહા ઈન્ડિયન આઈડોલને 10મી સિઝનથી સતત જજ કરી રહી છે.

2. હિમેશ રેશમિયા

ઈન્ડિયન આઈડોલ-12ના ત્રીજા જજ હિમેશ રેશમિયાને પ્રતિ એપિસોડ 4 લાખ રૂપિયા મળે છે. અનુ મલિક ઈન્ડિયન આઈડોલ શોમાંથી બહાર થતાં 11મી સિઝનની હિમેશ રેશમિયા શોને જજ કરે છે.

3. વિશાલ દદલાની

સિંગર વિશાલ દદલાનીને એક એપિસોડ માટે 4.5 લાખ રૂપિયા મળે છે. વિશાલે પણ નેહા કક્કરની જેમ ઈન્ડિયન આઈડોલની 10મી અને 11મી સિઝનને પણ જજ કરી હતી.

4. આદિત્ય નારાયણ

ઈન્ડિયન આઈડોલ શોના હોસ્ટ આદિત્ય નારાયણ એક એપિસોડના અઢી લાખ રૂપિયા લે છે. હાલમાં તે કોરોનાના કારણે ક્વોરન્ટાઈનમાં છે અને તેની જગ્યાએ એક્ટર રિત્વિક ધનજાની હોસ્ટ કરી રહ્યા છે.

(5:54 pm IST)
  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST

  • અભિનેતા પવન કલ્યાણ કોરોના પોઝીટીવ access_time 1:56 pm IST

  • રાજકોટના ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજા સહિત ૬૮ પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : તમામની તબિયત સ્થિર અને સારી હોવાનું જાણવા મળે છે : સૌ પત્રકાર મિત્રો અને પોલીસ કર્મચારીઅો પોતાની જવાબદારી સાથે પોતાનું વધુમાં વધુ ધ્યાન રાખે તે હિતાવહ છે access_time 12:02 pm IST