Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ફિલ્મ બહુ ના વિચારનું ટ્રેલર વિધિવતરીતે લોન્ચ થઇ ગયું

તારક મેહતા નો ટપ્પુ લીડ રોલમાં જોવા મળશેઃ ત્રીજી મેએ ગુજરાતભરમાં ફિલ્મને રજૂ કરવામાં આવશે

અમદાવાદ,તા. ૧૨: તારક મહેતા ફેઇમ ટપ્પુ એટલે કે, ભવ્ય ગાંધીના લીડ રોલવાળી ગુજરાતી ફિલ્મ બહુ ના વિચાર નું ટ્રેલર શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે પ્રસંગે ફિલ્મનો હીરો ટપ્પુ સહિતની સ્ટારકાસ્ટ ખાસ હાજર રહી હતી. બોલીવુડમાં અને દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ ઘણું ટ્રેન્ડમાં છે. પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ બહુ ના વિચાર ની ટેગલાઈન કઈંક અલગ જ છે જેમાં લખ્યું છે ટ્રુ ઈવેન્ટ્સ વીલ બી બેઝડ ઓન ધીસ ફિલ્મ એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત હશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી(તારક મેહતામાં ટપ્પુનો રોલ કરનાર), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની છે. ફિલ્મની કંઇક અલગ સ્ટોરી અને વિષયવસ્તુ વિશે ભવ્ય ગાંધી સહિતની સ્ટારકાસ્ટે જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારિત છે, તેમના સ્વપ્નાંઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજના ગ્રેજ્યુએશનના ૫ દિવસ પહેલા વરુણ(ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટીંગમાં ૪૦ લાખ રૂપિયા જીતી જાય છે અને તે પોતાના ખુબજ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરે છે અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે અને પાંચે મિત્રો ઉદ્યોગસાહસિક માટેના નેશનલ લેવલના રિયાલિટી શોમાં ભાગ લેવા માટે જાય છે અને તેમના જીવન માં શું થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે. ફિલ્મના ડિરેક્ટર ઋતુલ વિશલીંગ વૂડ્સ ઇન્ટરનેશનલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝિક વિડીયો બનાવ્યા છે અને સુરજ કુરાડે આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફર છે, જેમણે બોડીગાર્ડ, બરફી, ધ ગાઝી એટેક, એરલિફ્ટ જેવી અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.  આ ફિલ્મનું એન્થમ ગીત બહુ ના વિચાર એ ગુજરાતના ૭ શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગાઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિદ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્વર્યા મઝુમદાર, પાર્થ ઓઝા અને મિત જૈન દ્વારા ગવાયું છે. આ ફિલ્મ દર્શકોને બહુ જ પસંદ આવશે અને મનોરંજન પૂરું પાડશે.

(9:37 pm IST)
  • અફઘાનમાં તાલિબાની હુમલામાં ૭ પોલીસનાં મોતઃ ૨ ગંભીર access_time 4:29 pm IST

  • પાકિસ્તાને કોહિનૂર હીરા માટે કર્યો દાવો :માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે કોહિનૂર હીરો પાછો પાકિસ્તાનને આપવો જોઈએ :કોહિનૂર હીરા પર ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન પોત પોતાનો હક્ક ગણાવી રહ્યા છે :105 કેરેટનો આ હીરો દોઢસો વર્ષથી બ્રિટિશ રાજાશાહી પાસે છે : ફવાદ ચૌધરીએ એમ પણ કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યએ બંગાળનો દુષ્કાળ, જલિયાંવાલા બાગ નરસંહાર માટે પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની માફી માંગવી જોઈએ access_time 1:14 am IST

  • વિવાદી નિવેદન મામલે ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ ફટકારી :ગત રવિવારે વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા access_time 1:14 am IST